શ્રી જી. એમ. પટેલ કન્‍યા વિદ્યાલય-ધ્રોલમાંશાળાના રંગમંચમાં ટ્રસ્‍ટીશ્રીઓ, કારોબારી સભ્‍યો અને વાલીગણની હાજરીમાં કૃષ્‍ણ જન્‍માષ્‍ટમી મહોત્‍સવ અને સીતા સ્‍વયંવરનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત આચાર્યાશ્રી વિજયાબેન એ. છત્રોલાએ શાબ્‍દિક સ્‍વાગત કરી ઉપસ્‍થિત મહાનુભાવોને હસ્‍તે દિપ પ્રાગટય થયેલ. ત્‍યારબાદ સીતા સ્‍વયંવર દ્વારા મિથિલાનગરીનું સજીવ ચિત્ર ખડુ થયું. કાનાણી ભગવાનજીભાઇએ પ્રાસંગિક પ્રવચન આપ્‍યું. ત્‍યારબાદ કૃષ્‍ણ જન્‍મોત્‍સવ અંતર્ગત કૃષ્‍ણજન્‍મ નંદ ઘેર આનંદ ભયો, નરસિંહ મહેતાની હુંડી, અરેરે મેરી જાન હૈ રાધા (પ્રાથમિક), ગોવર્ધન ગિરિધારી, વૃંદાવનમાં થનક થૈ… રાધા કૈસે ના જલે, દ્વારા ગોકુળગામનું સજીવ વાતાવરણ ખડુ કર્યું. ટ્રસ્‍ટીશ્રી ડાયાભાઇ ભીમાણી અને વૈશ્નાણી ગોવિંદબાપાએ પ્રાસંગિક પ્રવચન આપી કાર્યક્રમમાં ભાગ લેનાર અને માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન આપ્‍યા હતા. રંગમંચમાં હિમાલયના અમરનાથની પ્રતિકૃતિ ભારતનો નકશો અને તેમાં બાર જયોતિલિંગના દર્શન કરાવી શ્રાવણ માસની ઉજવણી કરી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જાવીયા ઉષાબેન, દલસાણિયા નીરૂબેન, ગોધાણી નિરંજનાબેન, બોડા જયોત્‍સનાબેન, છત્રોલા સ્‍વાતિબેન, તારપરા પ્રવિણાબેન, ખરસાણિ બીનાબેન, છત્રોલા સ્‍વાતિબેન, તારપરા પ્રવિણાબેન, ગડારા ગીતાબેન અને અન્‍ય માર્ગદર્શક શિક્ષકોએ સુંદર પ્રયાસ કર્યો. કાર્યક્રમમાં મહેમાનશ્રીઓ દ્વારા રોકડ રકમથી વિદ્યાથીર્નિઓને પ્રોત્‍સાહિત કરાયા હતા. ચોંડાગર સુધાબેને સંચાલન કર્યું. તેમના માર્ગદર્શન હેઠળ પનારા રાજવી અને પટેલ સ્‍નેહલ ધો.૧૦ની વિદ્યાર્થીનીઓએ અંગ્રેજીમાં સંચાલન કર્યું હતું.