રાજપૂતોના શૌર્ય, બલીદાન અને સંસ્‍કૃતિના ભવ્‍ય ભૂતકાળની ઝાંખી કરાવતી વિર શહિદોની ભૂમી ભૂચર મોરીમાં ૪ થીએ શહિદ શ્રધ્‍ધાંજલી કાર્યક્રમઃ આનંદીબેન પટેલની ઉપસ્‍થિતિ

અખિલ ગુજરાત યુવા સંઘ દ્વારા ર૪ મો ભૂચર મોરી શહિદ શ્રધ્‍ધાંજલી કાર્યક્રમ તા.૪-૯-ર૦૧પ શીતળા સાતમ શુક્રવારે સવારે ૮ કલાકે ભૂચર મોરી શહિદ સ્‍મારક ધ્રોલ ખાતે યોજવામાં આવેલ છે.

વિર શહીદોની ભુમી ભૂચર મોરી ધ્રોલ ખાતે શહીદોને શ્રધ્‍ધાંજલી આપવા અને શૂરવિરોની શૌર્ય કથાઓને યાદ કરવા સાથે રાજપૂત સમાજની નવી પેઢી અને અન્‍ય સમાજના લોકોને રાજપૂતોના શૌર્ય અને બલીદાન, સંયમ, સંસ્‍કાર અને સંસ્‍કૃતિના ભવ્‍ય ભુતકાળની ઝાંખી કરાવવામાં આવે છે.

આવા શૌર્યભર્યા કાર્યક્રમમાં ગુજરાત રાજયના માનનીય મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની ઉપસ્‍થિતિમાં અશ્વ દોડ, તલવાર બાજી, રાજપૂત કન્‍યાઓ દ્વારા શૌર્ય રાસ, ભૂચર મોરીના શહીદોની શૌર્ય ગાથાનું કથન, ધો.૧૦ અને ૧ર માં સમગ્ર સૌરાષ્‍ટ્રમાં મેરીટમાં પ્રથમ ક્રમાંકે આવેલા રાજપૂત વિદ્યાર્થીઓનું સિલ્‍વર મેડલથી સન્‍માન, વિશેષ સન્‍માન શ્રી એન.કે.જાડેજા રાજપૂત કન્‍યા છાત્રાલય તથા બાશ્રી હિરાબા રામસિંહજી જાડેજા કન્‍યા છાત્રાલય-જામનગર કન્‍યા છાત્રાલયના દિકરીબાઓનું સન્‍માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉત્‍સાહભેર ભાગ લેવા સમગ્ર રાજપૂત સમાજને નિમંત્રણ પાઠવવામાં આવે છે.

આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે મુખ્‍યમંત્રીશ્રી આનંદીબેન પટેલ, કેબીનેટ પ્રધાન ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, ભાજપના પ્રદેશ પ્રવકતા અને સર્વણીમ ગુજરાત અમલીકરણ સમીતીના ચેરમેન શ્રી આઇ.કે.જાડેજા, કાયદા પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ભરતસિંહ પરમાર, પ્રદીપસિંહ વાઘેલા, ચંદનસિંહ રાજપૂત, પ્રદ્યુમનસિંહ જાડેજા (ધ્રોલ) અને નરેન્‍દ્રસિંહ જાડેજા (લૈયારા) સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા ડો. જયેન્‍દ્રસિંહ જાડેજા મેનેજીંગ ટ્રસ્‍ટી, શ્રી પી.ટી. જાડેજા -પ્રદેશ અધ્‍યક્ષ, શ્રી હનુમંતસિંહ જાડેજા કન્‍વીનર વિશ્વ રાજપૂત સંઘ, શ્રી દિપકસિંહ ઝાલા પ્રદેશ કા. અધ્‍યક્ષ, રૂદ્રદત્તસિંહ વાઘેલા પ્રદેશ મહામંત્રી, અર્જુન દેવસિંહ પ્રદેશમંત્રી, વિશુભા ઝાલા પ્રદેશ મહામંત્રી, ગોપાલસિંહ જાડેજા (ટ્રસ્‍ટી ભૂચર મોરી શહીદ સ્‍મારક), નિર્મળસિંહ જાડેજા (કન્‍વીનર), રમજુભા જાડેજા , રાજેન્‍દ્રસિંહ વાઘેલા, ઇન્‍દ્રજીતસિંહ પરમાર, ગીરીરાજસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા પ્રમુખશ્રી રાજકોટ જીલ્લા સહિતના ગુજરાત રાજપૂત યુવા સંઘના અસંખ્‍ય કાર્યકરો જહેમત ઉઠાવી રહેલ છે તેમ બળદેવસિંહ ગોહીલની યાદીમાં જણાવવામાં આવેલ છે.

– અશ્વદોડ-તલવાર બાજીના કરતબ
– રાજપૂત કન્‍યાઓના શૌર્ય રાસ
– ભૂચર મોરીના શહિદોની શૌર્ય ગાથા
– ધોરણ ૧૦-૧ર માં ઉત્‍કૃષ્‍ટ દેખાવ કરનાર તેજસ્‍વી તારલાઓનું સન્‍માન